તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ”એ માદરે વતનમાં સેનેટરી નેપકીન પેડનું વિતરણ કર્યું…..
શ્રવણ સુખધામનાં સહીયોગથી લેખિકા તરલીકા પ્રજાપતિ “તત્ત્વમસિ”એ માદરે વતન સેનેટરી નેપકીન પેડનું વિતરણ કર્યું…..
ઈડર ચોટાસણ સ્થિત યુવા લેખિકા તરલીકા પ્રજાપતિએ શ્રવણ સુખધામ સંસ્થાનાં સહયોગથી આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે પોતાના માદરે વતન સેનેટરી નેપકીન પેડનું વિતરણ કરી માસિક ધર્મ વિશે મહિલાઓ દીકરીઓને સમજણ આપી હતી. સાથે સાથે સ્ત્રી જીવનનાં માસીક ધર્મ સમયે સેનેટરી નેપકીન પેડનો ઉપયોગ કરવા સમજાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તાર ગામડામાં હજુ પણ પીરીયડ માસિક ધર્મ માટે અજ્ઞાનતા હોય એ અજ્ઞાનતાને દૂર કરવા સ્ત્રીઓમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરવાનું એક સપનું લેખિકા તરલીકા પ્રજાપતિનું હતું અને શ્રવણ સુખધામ સ્ત્રી સ્વાભિમાન યુનીટે સહકાર આપતા સંસ્થાનાં આદ્યસ્થાપક ઈન્દુ પ્રજાપતિ હર હંમેશ બેન, દીકરીઓ અને મહિલાઓનાં કાર્ય માટે તૈયાર હોય છે. લેખિકા તરલીકા પ્રજાપતિએ સહકાર આપી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.