કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે દિક્ષાંત સમારોહનું આયોજન થયું.
કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે દિક્ષાંત સમારોહનું આયોજન થયું.
જાગૃતિ મહિલા અને બાળ વિકાસ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત કમલ વિદ્યામંદિર, ભુતેડી ખાતે ધોરણ 10 અને 12 નાં વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ તેમજ વય નિવૃત્ત થતાં શિક્ષકશ્રી સુભાષચંદ્ર વ્યાસનો વિદાય સમારંભ રમેશભાઈ ગુડોલના અધ્યસ્થ સ્થાને યોજાયો હતો. જેમા શાળાના ટ્રસ્ટીશ્રીઓ, શાળાના આચાર્ય માવજીભાઈ પટેલ, દાતાશ્રીઓ, મહેમાનો તેમજ વાલીશ્રીઓ હાજર રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. વિદાય લેતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવ્યું હતું તેમજ ગતવર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તરફથી શાળાને ભેટ અર્પણ કરવામાં આવી હતી. વય નિવૃત્ત થનાર શિક્ષકશ્રીનું શાળા મંડળ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રીફળ આપી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઈ ગામી અને ચેહરબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. ભીખુભાઈ પટેલે આભારવિધી કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી શાળાના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.
અહેવાલ: ભીખાલાલ