ગુજરાત ની મહિલાઓ માં વધુ વિશ્વસનીય બનતી અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન.

આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ 8 માર્ચ સંદર્ભે 181 અભયમ મહિલા હે્પલાઇન 

ગુજરાત ની મહિલાઓ માં વધુ વિશ્વસનીય બનતી અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન.

ગુજરાત મા 2015 to 2024 સુધીમાં  13,99,761 થી વધુ કૉલ આવેલા છે જેમા 2,81,767 મહીલાઓ ને તત્કાલિક મડદ પોહચડેલ છે

બનાસકાંઠા જીલ્લા મા અત્યાર સુધીમાં  31066 કુલ સેવા કોલ આવેલા જેમા 5252 મહિલાઓ ને તત્કાલિક મદદ મલેલ છે

મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિત ના અન્ય પ્રકારની હિંસા ના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માગૅદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ. આર.ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વર્ષ 2015 થી પૂરા રાજ્ય માં કાર્યાન્વિત કરવામા આવી છે.
પ્રથમ ચરણ માં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ – સુરત શહેર અને ગાંધીનગર જીલ્લામાં ૬
અભયમ રેસ્કયું વાન થી ૨૪*૭ શરૃઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભયમ સેવાને લોકો તરફ થી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્રારા 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ ના રોઝ તત્કાલિન માનનીય મુખ્ય મંત્રીશ્રી ના વરદ હસ્તે ગૂજરાત રાજ્ય મા આ સેવાનું વિસ્તરણ કરી અગાઉ ૬ રેસ્ક્યુ વાન માં બીજી ૫૩ રેસ્કયું વાન ને લોકર્પિત કરી કુલ ૫૯ રેસ્ક્યું વાન કાર્યાન્વિત કરવામાં આવી. આમ રાજ્ય ની મહિલાઓ ને સલામતી, બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશ નુ પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે.
વર્ષ 2015 થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફ થી કુલ ૧૩,૯૯,૭૫૭ થી વધુ કોલ મળેલ છે જેમાં તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ સાથે ત્રણ 2 લાખ 82 હજારથી વધુ થી પિડિત મહિલાઓ ને સેવાનો લાભ પહોંચાડેલ છે. આ ઉપરાત જરૂરીયાત મુજબ સરકાર ના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલિસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ, પોલિસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત,૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર મેન્ટલ, વૃધ્ધાશ્રમ,હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરે મા આગળ ની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુ થી પહોંચાડવામાં આવી સાચા અર્થ મા સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.
૧૮૧. મહિલા હેલ્પ લાઇન ની મુખ્ય ખાસિયત છે કે જે ચોવીસ કલાક વિના મૂલ્યે કાર્યરત છે જેમાં કોઈપણ પિડીત મહિલા, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત વૃદ્ધો પણ મૂશ્કેલીના સમયે મદદ મેળવી શકે છે. આ હેલ્પ લાઇન ના ૧૮૧ ટોલ ફ્રી નંબર માં ત્રહિત વ્યકિત તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતા ને. મદદ રુપ બની સકે છે આ ઉપરાત આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી ની મહિલા લક્ષી યોજનાઓ ની પ્રાથમિક જાણકરી પૂરી પાડવામાં આવે છે .
ઘરેલુ હિંસા સહિત ના કામકાજ ના સ્થળે જાતીય સતામણી, લગ્ન જીવન ના વિખવાદો, બાળ જન્મ અને આરોગ્ય ના કિસ્સાઓ, મનોરોગી, હતાશ, લગ્નેતર સંબંધો અને પરિવાર નાં વિખવાદો વગેરે માં અસરકારક કાઉન્સિલગ અને અન્ય વિભાગો ના સુદ્રઢ સંકલન થી સંતોષ કારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે .
છેડતી, અપમૃત્યુ, બળાત્કાર,જાતીય સતામણી આપધાત કે ગંભીર પ્રકારના ગુનાઓ માં પોલિસ કાર્યવાહિ સાથે પીડિતા નો યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આવી અભિનવ,ત્વરિત અને
વિશ્વાસનીય સેવાઓ આપવામા આવતી હોવાથી આજે મહિલાઓ અભ યમ ને એક સાચી સાહેલી તરીકે લોકપ્રિય બની રહી છે.
મનોરોગી મહિલાઓ, ગૃહત્યાગ,ઘરછોડવા5મજબૂર કરવુ વગેરે કિસ્સાઓ માં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુઘી પહોંચાડવામાં આવી રહેલ છે. બિન જરુરી કોલ, મેસેજ થી હેરાનગતિ કરવી, સાયબર ક્રાઇમ,શ્રમિક મહિલાઓ નાં વેતન ના પ્રશ્ન, બાળલગ્ન કે જમીન મિલકત ના વિખવાદો માં આજે અભયમ અસરકારકતા થી નિરાકરણ અને સુખદ સમાધાન ની દિશામાં આગળ વધી રહેલ છે.
આમ સુરક્ષા ,સલામતી ની સાથે સાથે પારિવારિક ઝગડાઓ અને લગ્ન જીવન ના પ્રશ્ન માં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવન માં આનંદ , સંતોષ,ભયમુક્તઅને પરિવાર એક્તા માં અભયમ એક આગવી ભૂમિકા ભજવી રહેલ છે

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!