યુવાનોને સ્વાવલંબી બનાવવા માટે નાબાર્ડ પુરસ્કૃત SDAU રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરને બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા આર્થિક સહાય અપાઇ
યુવાનોને સ્વાવલંબી બનાવવા માટે નાબાર્ડ પુરસ્કૃત SDAU રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરને બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા આર્થિક સહાય અપાઇ
વિશ્વનું ૬૬% જેટલું યુવાધન આપણા ભારત દેશમાં છે, ત્યારે આ યુવાનોને સ્વરોજગારી આપવામાં અને દેશને આગળ લઈ જવામાં સ્ટાર્ટ-અપનો ફાળો ખૂબ જ અગત્યનો છે. ગુજરાતને બેસ્ટ સ્ટાર્ટ-અપ પર્ફોર્મર રાજ્ય તરીકે એક આગવી ઓળખ આપવામાં આવી છે. વર્ષ ૨૦૪૭ સુધી ભારતને મહાસત્તા બનાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદેશ્ય થકી પ્રગતિ થાય તે માટે સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતના યુવાનો પોતાનો હિસ્સો વધારી રહ્યા છે.
SDAU RBIC સ્ટાર્ટ-અપ્સને એક નવીન તથા સફળ દિશા આપવા માટે જાણીતું છે. જેના ભાગરૂપે થોડા સમય પહેલા વ્યવસાયની તકોથી ભરપૂર એવા બનાસકાંઠા જિલ્લામાં સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમને વેગ આપવાની જવાબદારી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રીએ નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરને આપી હતી.
જે અંતર્ગત આ સેન્ટર દ્વારા બનાસકાંઠા જિલ્લાની તમામ મહાવિદ્યાલયો ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પહેલ સ્વરૂપે “i-talk સેન્સિટાઇઝેશન વર્કશૉપ” ની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ વોર્કશોપમાં દરેક વિધ્યાર્થીને સ્ટાર્ટ-અપની શરૂઆત કેવી રીતે કરવી, ફંડિંગ તથા ટેકનિકલ સપોર્ટ કેવી રીતે મેળવવો તેના પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમજ આ ઇન્કયૂબેશન સેન્ટર દ્વારા મળતા લાભો વિષે વિસ્તૃત માહિતી નિષ્ણાતો દ્વારા પૂરી પાડવામાં આવે છે.
આ પહેલને વધારે વેગ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરને ૫ લાખ રૂપિયાની નાણાકિય સહાય પ્રોત્સાહન સ્વરૂપે આપેલ છે. જે આજની યુવાપેઢીને પ્રેરણારૂપ નિવડે તેમજ આવનાર સમયમાં વધુમાં વધુ સ્ટાર્ટ-અપ ચાલુ થઈને આપણો ભારત દેશ વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇકોનોમી તરીકે નીખરી આવે તેવી શુભેચ્છા કલેક્ટરશ્રીએ નાબાર્ડ પુરસ્કૃત એસડીએયુ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરને પાઠવી હતી