કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વડગામ ના મગરવાડા તિર્થસ્થાન ની મુલાકાત લીધી.
સોમવારે બનાસકાંઠા જિલ્લા ના થરાદ, વડગામ ખાતે લોકાર્પણ સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલ ગુજરાત સરકાર ના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા જિલ્લા તાલુકા ભાજપના પદાધિકારીઓ અગ્રણીઓ એ સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા તિર્થસ્થાન ની મુલાકાત કરી પૂજા અર્ચના કરી હતી અને ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી પ્રદ્યુમન વિમલસૂરી મહારાજ સાહેબ યતિવયૅ શ્રી વિજય સોમજી મારા સાહેબના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પદાધિકારી ફલજીભાઈ ચૌધરી સીસરાણા પુવૅ.ધારાસભ્ય મણિલાલ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, મહામંત્રી લાલાજી ઠાકોર, મહામંત્રી શતિષભાઈ ભોજક, ઉપપ્રમુખ કેશરભાઈ ઉપલાણા, તાલુકા પંચાયત પૂવૅ. પ્રમુખ પરથીભાઈ ગોળ, એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ, જિલ્લા પંચાયત પૂવૅ.ડેલિગેટ ફલજીભાઈ પટેલ , પ્રદેશ ભાજપ અગ્રણી એડવોકેટ નરેન્દ્રભાઈ સોલંકી માલોસણા, રતુભાઈ ગોળ સહિત મગરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.