વડગામ ખાતે શાળા વિદાય સમારંભ યોજાયો.
વડગામ ખાતે શાળા વિદાય સમારંભ યોજાયો.
ગતરોજ સરસ્વતી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિધાલય વડગામ ખાતે ધોરણ -10,12 ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાયૅક્રમ ના મુખ્ય મહેમાન તરીકે રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર પ્રમુખ મદાર સિંહ હડિયોલ, ઉપપ્રમુખ કાળુજી સોલંકી, અતિથિ વિશેષ સરસ્વતી કન્યા વિદ્યાલય આચાયૉ ઉર્વશી બા ચાવડા, મેજરપુરા હાઈસ્કૂલ આચાર્ય જસવંતસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યાં હતાં. કાયૅક્રમ પ્રારંભ માં પ્રાથૅના, સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્ય ઉદય સિંહ સોલંકી એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર્યા હતાં. વિદાયમાન ધોરણ 10/12 ના વિધાર્થીઓએ શાળા માં અભ્યાસ દરમિયાન ના અનુભવો વર્ણવ્યા હતા. શાળા સ્ટાફ પરિવાર દ્વારા કાયૅક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.