પાલનપુર ખાતે ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમ યોજાયો.

પાલનપુર ખાતે ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમ યોજાયો.

પવન એક્સપ્રેસ પાલનપુર
આજ રોજ પાલનપુરમાં મહેશ્વરી સમાજ અને હેલ્પ ગૌ સેવા ડોટ કોમ ના સંયુક્ત દાતા થકી જય ગૌ હેલ્પલાઇન ને એમ્બ્યુલન્સ આપવામાં આવેલ. પરેશભાઈ પ્રજાપતિ નિ ગાય માતા પ્રત્યે લાગણી અને સારો વહીવટ અને વિશ્વાસ થકી હજારો ગાયો ને સારવાર પીડા માંથી મુક્તિ મળે છે. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ઢાટ મહેશ્વરી સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ રાઠીએ ગૌ સેવા માટે 11 લાખ અને જરૂર પ્રમાણે મદદ તથા શ્રી શિવરામભાઈ પટેલે ગૌ એમ્બ્યુલન્સ નો કાયમી ડીઝલ અને મેન્ટનસ નો ખર્ચો ઉપાડી લીધેલ છે
ડીસા થી ગૌ સેવકો એ 151000રૂપિયાનું દાન પણ એમ્બ્યુલન્સ ના સંચાલક પરેશભાઈ પ્રજાપતિ ને આપેલ છે.
જીવદયા પ્રેમી ગૌ સેવક ગૌતમભાઈ કેલા એ જણાવેલ કે રાત દિવસ કામ કરતા ગૌ પ્રેમી કાર્યકરો પોતાના નામ કે ફોટા ની પણ પરવા કર્યા સિવાય ચોવિસે કલાક તત્પર રહે છે તેમનું સન્માન તેમજ કામ ની કદર થવી જોઈએ તેથી ગૌ સેવકો ને શિલ્ડ તેમજ સન્માનપત્ર પરમ પૂજ્ય 1008 રવિ શરણાનંદ મહારાજ તેમજ ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર દ્વારા કરાવેલ.
પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરીયા અને helpgaushala.Com માંથી આઈ પી મહેશ્વરીએ ગૌ શાળા સંકલન અને આપેલ દાન ની માહિતી આપેલ. મહેશ્વરી સમાજ ના મંત્રી મણિલાલ લાલવાણીએ આભાર વિધિ કરેલ અને કાર્યક્રમ નું સફળ સંચાલન વિનોદભાઈ મહેશ્વરી એ કરેલ.

https://youtu.be/pwlQ2kGocxc?si=A9Pdy-4msYkmCkL5

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!