શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરતાં અધિક કલેકટરશ્રી કૌશિક એસ. મોદી
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર તરીકે વિધિવત કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરતાં અધિક કલેકટરશ્રી કૌશિક એસ. મોદી
શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ૧.૨૫ લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થે પધારે છે. સરકારશ્રી દ્વારા યાત્રિકલક્ષી મહત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમજ આગામી સમયમાં નવીન પ્રોજેક્ટ હાથ ધરનાર છે. છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિરના વહીવટદારની જગ્યા ખાલી હતી. આજ રોજ તા.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ અધિક કલેકટરશ્રી કૌશિક એસ. મોદીએ પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીમાં સવારની આરતી દર્શન પૂજા કરી તેમજ ગબ્બર ખાતે પણ દર્શન કરી વિધિવત રીતે કચેરી સમય પહેલા અધિક કલેકટર અને વહીવટદાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. અંબાજી મંદિર ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું