પીએમ વિશ્વકર્મા યોજના નું સર્વર ઠપ થતાં અજરદારોના ધરમ ધક્કા
પીએમ વિશ્વકર્મા યોજના નું સર્વર ઠપ થતાં અજરદારો અટવાયા.
બનાસકાંઠા જિલ્લામાં 25000 કરતા વધુ લોકોએ અત્યાર સુધી રજી્ટ્રેશન કરાવ્યા.
ટેકનીકલ પ્રોબ્લેમ ના કારણે સર્વર માં એરર આવે છે: નોડલ અધિકારી રોહિત પટેલ.
પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા હાથ કૌશલ્ય ધરાવતા વિવિધ પ્રકારના શ્રમ જીવી કારીગરોની કુશળતા વધે અને તેમની આવક માં વધારો થાય સાથે તેમની કામગીરી ને સરકારી માન્યતા પ્રાપ્ત થાય જેથી તેમને બેંકમાંથી સહાય અને લોન લેવામાં સરળતા રહે તે હેતુ થી ચાલુ કરી છે.
અત્યાર સુધી જિલ્લામાં 25000 કરતા વધુ લોકો એ પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનામાં રજી્ટ્રેશન કરાવ્યું છે.પરંતુ અત્યારે રજી્ટ્રેશન કરાવવા અરજદારો ને સર્વર ઠપ હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી અરજદારો એ સર્વિસ સેન્ટરના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. છેલ્લાં ઘણાં દિવસો થી સર્વર વાંરવાર ઠપ થઈ રહ્યું છે . ગઈ કાલે આખો દિવસ સર્વર બંધ રહેતા અરજદારો કંટાળી ને ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે. આખો દિવસ CSC સેન્ટર ના ધક્કા ખાઈ ને અરજદારો કંટાળી ગયા છે
અરજી કરવા આવેલા એક અરજદાર મહિલા એ જણાવ્યું હતું કે પોતાના નાના સંતાન ને ઘરે મૂકી ને છેલ્લા ૧૦ દિવસથી ધક્કા ખાઈ એ છીએ તેમ છતાં હજુ સુધી ફોર્મ ભરાયું નથી. જો આનો ઉકેલ વહેલી તકે નહિ આવે તો આગળ વધુ મુશ્કેલી વેઠવી પડશે.