RTOના ટેકનિકલ ઓફિસરોના પડતર પ્રશ્નોનું નિરાકરણના આવતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોધાવ્યો.
RTOના ટેકનિકલ ઓફિસરોના પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોધાવ્યો.
બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસરોએ પ્રમોશન, ફરજમાં પડતી મુશ્કેલીઓ નિવારવા સહિત 18 માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં ન આવતા સરકાર સામે આંદોલન છેડ્યું છે. પાલનપુર આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઓફિસરોએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે દેખાવો કર્યા હતો અને તેમની માંગણીઓ સંતોષવામાં નહિ આવે તો આગામી પાંચમી માર્ચના રોજ ગાંધીનગર કૂચ કરી દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા કેટલાક નિર્દોષ અધિકારીઓને નોટિસ તેમજ ચાર્જસિટ આપી તેમના પ્રમોશન અટકાવી દેવામાં આવતા હોય તેમજ ચેકીંગ વજન કાંટો, શૌચાલય, ગાડી રાખવાની જગ્યા સહિતની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોય અને આંતરિક જિલ્લામાં ફલાઈંગ પદ્ધતિથી ચેકીંગ વ્યવસ્થા, દર અઠવાડિયે સોંપાતી ડ્યુટીની એક મહિના પહેલા ફાળવણી કરવી, ચેક પોઈન્ટથી હેડ ક્વાર્ટર દૂર હોય તો આવવા જવા સરકારી વાહનની વ્યવસ્થા કરવી, સળંગ સાત નાઈટ ડ્યુટી બંધ કરવી, તહેવારની જાહેર રજાની વળતર રજાનો લાભ આપવો સહિતની 18 માંગણીઓને લઈ રાજ્ય સરકારમાં અનેક વાર રજૂઆતો કરી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા રાજ્યના મોટર વાહન ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા આંદોલન છેડવામા આવ્યું છે. જેને બનાસકાંઠા જિલ્લાના ટેકનિકલ ઓફિસરોએ સમર્થન આપી સોમવારે કાળી પટ્ટી ધારણ કરી સરકાર વિરૂદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો અને તેમની માંગણીઓ પૂરી નહીં કરાય તો આગામી તા.5 માર્ચના રોજ માસ સીએલ પર ઉતરી ગાંધીનગર ખાતે દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આંદોલન કાર્યક્ર્મ ૪