દિયોદરમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યો
દિયોદરમાં ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબને એસ.ઓ.જી એ ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના કરેલ જેથી એસ.ઓ.જી સ્ટાફ જિલ્લામાં ગેરકાયદેસર ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી હતી જે અંતર્ગત એસ.ઓ.જી ટીમને મળેલ બાતમી આધારે દિયોદર ના જાડા ખાતે બોગસ દવાખાનું ચલાવતા ડુંગરજી ધારશીજી ઠાકોર રહે.જાડા દિયોદર વાળો અલગ અલગ કંપનીની બ્રાન્ડ નામની દવાઓ તેમજ મેડિકલ સાધનો મળી કુલ 35,318નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવેલ જેથી ડોક્ટર વિરુદ્ધમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી સારું દિયોદર પોલીસ મથકે સોંપી તપાસ હાથ ધરી છે.