ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા શાળાની 247 વિદ્યાર્થિનીઓ ને ડ્રેસ આપવામાં આવ્યા.
ઇનરવ્હીલ ક્લબ પાલનપુર સિટી દ્વારા સરકારી કન્યા વિધાલય, પાલનપુર અને સાર્વજનિક છાત્રાલયમાં 247 વિદ્યાર્થિનીઓ ને ડ્રેસ આપવામાં આવેલ.સંસ્થા ના પ્રમુખ દુર્ગા મહેશ્વરી એ જણાવેલ કે આ પ્રોજેક્ટ ગુનમાલા બેન ના સહયોગ થી રતન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ ના ડોનેશન થી કરવામાં આવેલ.આ પ્રસંગે પ્રમુખ દુગા એ મહેશ્વરી, ઉપપ્રમુખ બીના વકીલ, મંત્રી નીલુ શાહ અને ગુનમાલા બેન હાજર રહેલ.