વાસણ (ધા) હરિહર ધામમાં ભગવાન શિવજી, શ્રીકૃષ્ણ અને રામલલ્લાની પધરામણી થઇ

વાસણ (ધા) હરિહરધામમાં ભગવાન શિવજી, શ્રીકૃષ્ણ અને રામલલ્લાની પધરામણી થઇ

ગ્રામજનોને સંપીએ રહેવા, વ્યશનો ત્યજવા સ્વામી શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે ઉપદેશ આપ્યો

 

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે ગુરૂવારે શ્રી હરિહરધામમાં ભગવાન શિવજી પરિવાર, રાધા – કૃષ્ણ અને શ્રીરામ લલ્લાની હર્ષોલ્લાસથી પધરામણી કરવામાં આવી હતી. રામકથામાં પણ રાવણનો વધ કરી ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક કરાયો હતો. જ્યાં સ્વામીએ વિદાય લેતાં ભક્તજનોની આંખોમાં આંસુઓના તોરણ બંધાયા હતા.

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે સમગ્ર ધાણધારપંથકમાં રૂપિયા 1.50 કરોડના ખર્ચે બનેલા એકમાત્ર હરિહરધામમાં ગુરૂવારે ભગવાન શિવજી પરિવાર, રાધા – કૃષ્ણ અને ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિની 12.39ના શુભમૂર્હૂતમાં હર્ષોલ્લાસથી પધરામણી કરવામાં આવી હતી. જ્યારે સ્વામી શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે રામકથામાં રાવણનો વધ કરી શ્રીરામનો રાજ્યભિષેક કર્યો હતો. કથા પુરી થતાં મહેન્દ્રભાઇ ગણેશભાઇ પ્રજાપતિના ઘરે પોથી લઇ જવાઇ હતી. દરમિયાન સ્વામીશ્રીએ વિદાય લેતાં કથામંડપમાં ભાવિક ભક્તોની આંખો આંસુઓથી ઉભરાઇ ગઇ હતી. સ્વામીએ ગ્રામજનોને સંપીને રહેવા, વ્યશનો ત્યજી દેવા માટે ઉપદેશ આપ્યો હતો. અંતિમ દિવસે પૂર્વ કેન્દ્રિય મંત્રી, પૂર્વ સાંસદ હરિભાઇ ચૌધરી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!