શ્રી પી. કે. મહેતા કોલેજ ઓફ સ્પેશ્યલ એજ્યુકેશનમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો.
શ્રી પી. કે. મહેતા કોલેજ ઓફ સ્પેશ્યલ એજ્યુકેશનમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવ્યો.
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર સંચાલિત શ્રી પી. કે. મહેતા કોલેજ ઓફ સ્પેશ્યલ એજ્યુકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ‘માતૃભાષા મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવેલી. જેનો હેતુ સારસ્વતોમાં માતૃભાષાનું ગૌરવ, સંવેદના, સંરક્ષણ, સંવર્ધન અને હસ્તાંતરણ થાય તે હતો. જેમાં ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ ના મહિમાગાન માટે અધ્યક્ષ તરીકે ડૉ.ગિરીશભાઇ ઠાકર (ગુરુ), ભાષાના તપસ્વી સાધકો: ગઝલકાર શ્રી અમીર મહમ્મ સિંધી (મુસાફિર પાલનપુરી), કવિશ્રી પંકજભાઈ પ્રજાપતિ (પરમ પાલનપુરી) જેઓએ ‘માતૃભાષાની ભવ્યતા અને માતૃભાષામાં છલકાતી બોલીઓનું સૌંદર્યદર્શન’ પર વ્યાખ્યાન અને કવિતાઓના રસપાન દ્રારા માતૃભાષાનું ગૌરવગાન કરવામાં આવેલ. જેમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શિક્ષક-પ્રશિક્ષણ કોલેજોના આસી.ડાયરેક્ટર ડૉ. જ્યોત્સ્ના અમીન, કોલેજના પ્રિ. ડૉ. સુજાતા વર્મા, મમતામંદિર પરિસરના પ્રભારી પ્રિ.ડૉ.અતીનભાઈ જોશી, શિક્ષક-પ્રશિક્ષણ કોલેજોના પ્રશિક્ષણાર્થીઓ ઉપરાંત પાલનપુર સ્થિત ભગીની તાલીમી કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, પ્રશિક્ષણાર્થીઓ, અન્ય શાળાઓના આચાર્યો, વિદ્યાર્થીઓ સાથે ૪૫૦ જેટલાં સારસ્વતો ઉપસ્થિત રહી માતૃભાષાને ગૌરવ બક્ષી ગરિમા અર્પણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનાં સંયોજક તરીકે ડૉ. વંદના ભાર્ગવ અને ડૉ. અરુણા ડી. રાષ્ટ્રપાલે મહત્વની ભૂમિકા અદા કરી હતી.