“Educate, Motivate, Innovate – Empowering Future Teachers’ કાર્યક્રમનું આયોજન કરવાં માં આવ્યું.
“Educate, Motivate, Innovate – Empowering Future Teachers’ કાર્યક્રમનું આયોજન કરવાં માં આવ્યું.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ , કડી સંચાલિત એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડી, જિ.મહેસાણા ખાતે સંયુક્ત ઉપક્રમે ભાવિ શિક્ષકોના ઘડતરને ધ્યાન રાખી તારીખ 12/2/2024 થી 15/2/2024 સુધી ચાર દિવસીય “Educate, Motivate, Innovate – Empowering Future Teachers’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે તજજ્ઞ તરીકે લાડોલ ના સી.આર.સી શ્રી સંજયકુમાર બી પટેલે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને શાળા શિક્ષણના વર્તમાન પ્રવાહો’ અંતર્ગત ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત આર.સી. સરકારી કોમર્સ કોલેજના ડૉ.પાર્થ રશ્મિકાંત ભટ્ટે ‘શિક્ષણનીતિ 2020 અને ભારતીય શિક્ષણનું ભવિષ્ય’ વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. બીજા દિવસે ‘શિક્ષણમાં ડ્રામેટિક આર્ટની મૂળભૂત બાબતો’ અંગેનો વર્કશોપમાં ઊંઝા મહિલા કોલજના આચાર્યશ્રી ડૉ. આશિષ ઠાકર દ્વારા તજજ્ઞ તરીકે સેવા આપવામાં આવી હતી. ત્રીજા દિવસે સરકારી બી.એ.ડ કોલેજ, મેઘરજ ના અધ્યાપક ડૉ. દેવાંગ એન. મહેતા દ્વારા ‘Resume Writing અને ઇન્ટરવ્યૂ કૌશલ્યો ‘ ની ઉદાહરણની મદદથી ઊંડાણપૂર્વક માહિતી આપેલ હતી ચોથા દિવસે એ.જી. ટીચર્સ કોલેજના અધ્યાપક ડૉ.ગણપતભાઈ પટેલ દ્વારા’ શિક્ષણમાં ટેકનોલોજીકલ ટુલ્સ ના વિવિધ ઉપયોગો’ વિષે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી . આ ઉપરાંત મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજના અધ્યાપાક ડૉ. દુષ્યંત અલગોતર દ્વારા ‘ટેટ ટાટ – શિક્ષણ કારકિર્દી નો રાજ માર્ગ’ વિષય વિસ્તૃત જાણકારી આપેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કોલેજના આચાર્ય ડૉ.ભાવિક એમ.શાહના દ્વારા કરવામાં આવ્યું હતું.