ચિત્રાસણી નજીક એસટી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અંબાજી પરિક્રમા માટે એસટી બસમાં શ્રદ્ધાળુઓ જતા હતા.

પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અંબાજી શક્તિપીઠની પરિક્રમા માટે એસટી બસમાં શ્રદ્ધાળુઓ જતા હતા.

પાલનપુર થી ચિત્રાશણી આગળ જતા આ બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 7 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ચિત્રાસણીની પીએસસી ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

બનાસકાંઠા જિલ્લાના 51 શક્તિપીઠ ખાતે પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થ અંબાજી જઈ રહ્યા છે. ત્યારે આજે લાખણીના દેતાલી ગામથી એક બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી જે સમય દરમિયાન ચિત્રાસણી બાલારામ બ્રિજ વચ્ચે બસ અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર શ્રદ્ધાળુમાં સાત લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે તત્કાલિક એલ એન્ડ ટી વિભાગ તેમજ સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી સાત જેટલા લોકોને ચિત્રાસણી પીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે ચિત્રાસણી PHC ના ડોક્ટર નીલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં 6 થી 7 દર્દીઓ અહીંયા સારવાર માટે આવ્યાં હતા. દર્દીઓને હાથમાં, પગમાં ઈજાઓ પહોંચી હતી. દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પેનક્લિનર અને ડ્રેસિંગ વગેરેની સારવાર એક બાદ એક દર્દીની કરવામાં આવી રહી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!