અખિલ ભારતીય સંત સમિતિ મહામંત્રી યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિ પીઠ પરિક્રમા માં આશિર્વચન પાઠવ્યા.
અખિલ ભારતીય સંત સમિતિ મહામંત્રી યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિ પીઠ પરિક્રમા માં આશિર્વચન પાઠવ્યા.
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪”ના દ્રિતીય દિવસે શ્રી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન, કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલ તથા યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા ભારતીય સંત સમિતિ ઉત્તર ગુજરાત મહામંત્રી, શ્રી માણિભદ્ર વીર તિર્થસ્થાન મગરવાડા ગાદીપતિ યતિવયૅ શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ને નિમંત્રણ પાઠવવામાં આવતાં મંગળવારે તેઓશ્રી ના વરદહસ્તે હસ્તે ૫૧, શક્તિપીઠ ની પરિક્રમા ની લીલી ઝંડી આપવામાં આવી હતી. વિશેષ માં પરિક્રમામાં ઉપસ્થિત યાત્રીકો ને આશિર્વચન પાઠવ્યા હતા.