રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતતા કાર્યક્રમ ગઢ પોલીસ અને નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા યોજાયો

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતતા કાર્યક્રમ ગઢ પોલીસ અને નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા યોજાયો


ભારત સરકાર દ્વારા લોકોમાં માર્ગ સલામતી વિષે જાણકારી આવે તેમજ લોકો માર્ગ અકસ્માતથી બચે તે હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તારીખ ૧૫ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવા ઉમદા હેતુથી નૈસર્ગિક ટ્રસ્ટ દ્વારા માર્ગ ઉપર પહોંચ્યા પહેલા કેવી રીતે અકસ્માત અટકાવી શકાય તે હેતુથી સ્ટોપ એક્સીડન્ટ બીફોર ટ્રાવેલોંગ ઓન રોડ, માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન ગઢ પોલીસ સ્ટેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જીલ્લામાં અઅકસ્માતના બ્લેક્સ્પોટ તરીકે ઓળખાતા કુશ્કલ ગામના પાટિયા પાસે પાલનપુર ડીસા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને પુષ્પ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવેલ હતું. જેમાં વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવાની, ઓવરલોર્ડીંગ અને ઓવર સ્પીડીંગ જેવી બાબતોને ધ્યાને લઇ વાહના ચલાવવાની સમજ આપવામાં આવેલ હતી. દરેક વાહનને આગળ સફેદ , સાઇડમાં પીળું અને પાછળ લાલ કલરના રેડીયમ રીફલેક્ટર લગાવવામાં આવેલ હતા. આ રોડ પર અપડાઉન કરતા શાળાના બાળકોને રસ્તો ક્રોસ કરતા અને બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરવા શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી સી.એફ..ઠાકોર, ટ્રાફિક ઇન્ચાર્જ અમિતકુમાર, પોલીસ કોન્સ્ટેબલ ,જી આર ડી જવાનો તથા નૈસર્ગિક ટ્રસ્ટના પ્રોગ્રામ કોર્ડીનેટર પીન્કીબેન ગાંધી ,અરવિંદભાઈ કાપડી, ભરતભાઈ સોલંકી, ભરતભાઈ રાઠોડ હાજર રહેલ હતા.

અહેવાલ ભીખાલાલ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!