પશુઓમાં થતા ખારવા – મોવાસા ના રોગને પહોંચી વાળવા બનાસકાંઠા ૧૯૬૨ ટીમ સતત ખડે પગે
પશુઓમાં થતા ખારવા – મોવાસા ના રોગને પહોંચી વાળવા બનાસકાંઠા ૧૯૬૨ ટીમ સતત ખડે પગે
(માહિતી બ્યુરો,પાલનપુર)
બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ. એમ.આર.આઇ ગ્રીન હેઠ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે દસ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવખાના ૧૯ અને ૧ કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નવીન ૧ એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી સારવાર મળી શકે .
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ખરવા- મોવાસાના રોગના કારણે મુખ્ય થરાદ અને વાવ તાલુકાના ગામોમાં અનેક પશુઓમાં આ રોગ જોવા મળેલ છે. જેથી ૧૨ મોબાઈલ પશુ દવાખાનાને સ્થાળાંતર કરી થરાદ અને વાવ તાલુકામાં ફાળવવામાં આવેલ છે
જેથી પશુચિકિતસ્ક અને તેમની ટીમ દ્વારા આ વિસ્તાર નું સર્વે કરી ને જે પશુઓ આ રોગમાં સપડાયેલ હોય તેમને યોગ્ય સારવાર આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ૧૯૬૨ હેલ્પલાઇન ના પ્રોજેક્ટ ઇન્ચાર્જ હાર્દિક બારોટ અને પ્રોજેક્ટ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા આ તમામ ટીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.