સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુરના NSSના વિદ્યાર્થીને યુનિવર્સિટી કક્ષાનો શ્રેષ્ઠ સ્વયંસેવક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો
સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુરના NSSના વિદ્યાર્થીને યુનિવર્સિટી કક્ષાનો શ્રેષ્ઠ સ્વયંસેવક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર મેહતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના NSS સ્વયંસેવક મિત ઇશ્વરલાલ પુરોહિતને તા. ૭-૧-૨૦૨૪ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા અંબાજી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક સંગોષ્ઠી શિબિરમાં NSSની શ્રેષ્ઠ કામગીરી બદલ યુનિવર્સિટી કક્ષાનો બેસ્ટ NSS સ્વયં સેવકનો એવોર્ડ યુનિવર્સિટી વાઈસ ચાન્સલર ડૉ. રોહિતભાઈ દેસાઈ તથા રિજનલ ડાયરેક્ટર ડૉ. કમલકુમાર કરના હસ્તે એનાયત કરી કૉલેજ તથા કેમ્પસનું ગૌરવ વધારેલ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત 100 થી વધારે કોલેજો જોડાયેલી છે. સદર વિદ્યાર્થી બી.એસ.સી મેથેમેટિકસ અભ્યાસ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, લોકજાગૃતિના કાર્યો, સરકારી યોજનાઓની જાણકારી આપવી વગેરે પ્રવૃતિઓ કરેલ તથા ખાસ કરીને કર્તવ્ય પથ દિલ્હી ખાતે યોજાયેલ રિપબ્લિક ડે પરેડ 2023 માં કૉલેજ વતી ભાગ લીધેલ. આ સિધ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ બી. ડબગર, NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર.ડી.વરસાત અને ડૉ.એસ.આઈ. ગટીયાલાએ પણ વિદ્યાર્થીને અભિનંદન આપ્યા તથા શુભેચ્છા પાઠવી હતી
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ