સરકારશ્રી દ્વારા અમલી વિવિધ આવાસ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે
સરકારશ્રી દ્વારા અમલી વિવિધ આવાસ યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે
પહેલાં કાચા મકાનમાં રહેતો હતો પરંતુ સરકારે પાકું મકાન બનાવી લાઈટ, પાણીની વ્યવસ્થા કરી આપી તેથી સરકારશ્રીનો આભાર – લક્ષ્મણભાઈ રાજાભાઈ રાવળ
(માહિતી બ્યુરો,પાલનપુર)
નવા ભારતના સપના અને સંકલ્પોને ધ્યાને રાખી
કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબો માટે પોતાના ઘરનુ ઘર હોય એવી આવાસ યોજનાઓ થકી વંચિતોને ઘર આપી લોકોની જીવનશૈલી અને સુખાકારીમાં વધારો કર્યો છે.
રોટી કપડાં અને મકાન એ જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે એટલે વડગામ તાલુકાના જલોત્રા ગામના લક્ષ્મણભાઈ રાજાભાઈ રાવળે જણાવ્યું કે હું પહેલા કાચા મકાનમાં રહેતો હતો અને હવે સરકારશ્રીએ ધાબાવાળું પાકુ મકાન બનાવી તેમાં વીજળી, પાણીની પણ સુવિધા કરી આપી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ આભારી છું. આમ સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે