વડગામમાં મહિલાનો સોનાનો દોરો ઝુંટવી બે શખસો ફરાર
વડગામમાં ચામુંડા માતાજીના મંદિર સામે આવેલ પંચાલવાસમાં સવિતાબેન દેવચંદભાઈ પંચાલ ગુરુવારે બપોરે તેમના ઘરની આગળ વાસણ ઘસતા હતા. ત્યારે બે અજાણ્યા શખસો બાઇક ઉપર આવી અજાણ્યા મહોલ્લાનું સરનામું પૂછતાં તે દરમિયાન સવિતાબેનના ગળામાં પહેરેલી સોનાની ચેન ઝુંટવી શખસો નાસી છૂટયા હતાં. સવિતાબેનએ બુમાબુમ કરવા છતાં બાઇક લઇ શખસો છૂમંતર થઇ ગયા હતા. આ અંગે સવિતાબેન પંચાલએ વડગામ પોલીસ સ્ટેશન જઈ આખી ઘટના જણાવતા વડગામ પોલીસે અરજી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘરની આગળ વાસણ ધોઈ રહેલા મહિલાને સરનામું પૂછી બેધ્યાન કરી દોરો લઇ પલાયન થઈ ગયા ,બાઈક સવાર સીસીટીવી કેમેરામાં કેદ