સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ આયોજિત “બાળગીત કાર્યશાળા” માં પાલનપુરની નામાંકિત શાળાઓ સહભાગી થઈ
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ આયોજિત “બાળગીત કાર્યશાળા” માં પાલનપુરની નામાંકિત શાળાઓ સહભાગી થઈ
દિન પ્રતિદિન શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે. બાળપણમાં જ્યારે બાળક શિક્ષણમાં પોતાના જીવનની શરૂઆત કરે છે ત્યારે બાળગીત દ્વારા તે શાળાએ રસપૂર્વક અને ઉત્સાહથી જતા શીખે છે. અભિનય દ્વારા થતા બાળગીતો બાળકોને ભણતરમાં રસ ઉત્પન્ન કરે છે.
આવા જ એક શુભ આશય સાથે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા આજ રોજ શ્રીમતી એમ.આર.એચ.મેસરા (સ્વસ્તિક) બાલમંદિર ખાતે “બાળગીત કાર્ય શાળા” નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
બાળગીત કાર્યશાળા નાં આયોજન પ્રસંગે પાલનપુરની વિવિધ સંસ્થાઓ શ્રી સમતા વિદ્યાવિહાર, રાજીબા બાલમંદિર, શ્રી સરસ્વતી બાલ મંદિર, મહિલા મંડળ, વિદ્યામંદિર, સંસ્કાર બાલમંદિર, કર્ણાવત બાલમંદિર નાં બાલમંદિર વિભાગના શિક્ષિકા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જાણીતા નિવૃત્ત આચાર્યા ગીરાબેન ગોહિલ ,સંસ્થાના ડાયરેકટર મહેન્દ્રભાઈ પંચાલ , કે.કે.ગોઠી હાઇસ્કુલનાં આચાર્ય મણીભાઈ સુથાર , શ્રીમતી સાળવી પ્રા.શાળાના ઉપાચાર્યા રંજનબેન પટેલ, પીનાબેન પટેલ, બાલમંદિર નાં આચાર્યા દર્શનાબેન મોદી, સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ના આચાર્યા હેતલબેન રાવલ, ગીતાબેન પટેલ સહિત બાલમંદિર વિભાગના શિક્ષકાઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંકલન હીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ ભીખાલાલ