દાંતામાં રેશનીંગ ચોખાનો ૯.૫૩ લાખ નો જત્થો પકડાયો…
દાંતામાં હડાદ રોડ ઉપર રાવણ ટેકરી નજીક આવેલા ખાનગી ગોડાઉનમાં પુરવઠા વિભાગની ટીમે બુધવારે રાત્રે દરોડા પાડ્યા હતા. જ્યાંથી રૂપિયા 9.61 લાખના 34 હજાર કિલો ચોખાનો જથ્થો કબ્જે લેવાયો હતો. જેની સાથે પાંચ વાહનો કબ્જે લઇ કુલ રૂપિયા 35.98 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ દાંતા તાલુકાના ભાંખરી ગામના ગોડાઉન સંચાલક ઇલીયાસભાઇ જાનમહંમદ મેમણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે જિલ્લા પુવરઠા અધિકારી કે. કે. ચૌધરીએ જણાવ્યું હતુ કે, ગોડાઉનમાંથી રૂપિયા 9,61,980ના ચોખા 34,355 કિ.ગ્રા. મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ ઉપરથી રૂપિયા 29,00,000ના પાંચ વાહનો મળી કુલ રૂપિયા 35,98,440 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે ગોડાઉનનો સંચાલક દાંતા તાલુકાના ભાંખરીનો ઇલીયાસભાઇ જાનમહંમદ મેમણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. કરી આગળ ની ઊંડી તપાસ હાથ ધરી છે.અંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું હતુ કે, સરકારી અનાજના કાળા બજાર રોકવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જેમાં દાંતાથી જથ્થો કબ્જે લેવાયો છે. તેની તપાસ કાર્યવાહી ચાલુ છે. ગૂનામાં સંડોવાયેલા દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.
ગ્રાહકો પાસેથી અનાજ વેચાતું લેવાનું કારસ્તાન
પુરવઠા વિભાગ પાંચથી વધુ સ્થળે દરોડા પાડી પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારનું અનાજ કબ્જે લેવામાં આવ્યું છે.તપાસમાં એવું સામે આવ્યું છે કે, જે- તે ગોડાઉન માલિક પોતાના માણસો અને વાહનો રાખી ગામેગામ ફરી સસ્તા અનાજમાંથી જે લોકોએ અનાજ લીધું હોય તેમની પાસેથી અનાજ ખરીદે છે. જે મોટા પ્રમાણમાં એકત્ર કરી ઉંચા ભાવે વેચી દેતા હોય છે.
પડકાયેલા શખ્સો સામે મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ ચાલે છે
બનાસકાંઠા પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં પકડાયેલા શખ્સોનો કેસ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલી રહ્યો છે. જેનો ચૂકાદો આવ્યા પછી ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાંચ વાહનો સહિત કુલ રૂ. 35.98 લાખનો મુદ્દામાલ જપ્ત, ભાંખરી ગામના ગોડાઉન સંચાલક સામે કાર્યવાહી