સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુરમાં બેન્કિંગ ફ્રોડ થી સાવધાની રાખવા અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુરમાં બેન્કિંગ ફ્રોડ થી સાવધાની રાખવા અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર મેહતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરમાં આજ તારીખ ૩-૨-૨૦૨૪ના રોજ બેન્કિંગ ફ્રોડ અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જે અંતર્ગત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બેંક ઓફ બરોડા પાલનપુર બ્રાંચમાંથી ઉપસ્થિત મુખ્ય પ્રબંધક ચંદ્રવીર સિંગ, બ્રાંચ મેનેજર અમિત ટેકડિયા, વરિષ્ઠ પ્રબંધક કૃષ્ણકુમાર રાય, રિજનલ ઑફિસર મધુરેન્દ્ર રંજન વગેરેએ સાઈબર ક્રાઈમ, બેન્કિંગ ફ્રોડ જેવી બાબતો દ્રષ્ટાંત આપી માહિતગાર કર્યા તથા તેમાંથી બચવા કઈ કઈ સાવધાનીઓ રાખવી તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ પૂર્વક માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. આર.ડી.વરસાતે કર્યું હતું.
અહેવાલ ભીખાલાલ