પાલનપુરમાં આવેલ જિલ્લા જેલમાં દેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા CPR ની તાલીમ આપવામાં આવી
પાલનપુરમાં આવેલ જિલ્લા જેલમાં CPR ની તાલીમ આપવામાં આવી
પાલનપુરમાં આવેલ બનાસકાંઠા જિલ્લા જેલમાં આઇજી શ્રી ની સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લા જેલ અધિક્ષક શ્રી અને જેલર લાલસિંહ એમ ઝાલા દ્વારા દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ નો સંપર્ક કરી જેલના કર્મચારી અને કેદીઓને cp અને ટ્રેનિંગ આપવામાં આવી હતી
કોરોના કાળ પછી વધતા જતા હાર્ટ અટેક ના કિસ્સાઓને ધ્યાને રાખી બનાસકાંઠા જિલ્લા જેલ અધિક્ષક શ્રી દ્વારા જેલના પોલીસ સ્ટાફ મિત્ર અને કેદી મિત્રોને હાર્ટ એટેક આવે તો કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય તેની વિસ્તૃત માહિતી દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપી cpr આપી કેવી રીતે જીવ બચાવી શકાય તેની વિસ્તૃત જાણકારી દેવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
કોઈને આવી ટ્રેનિંગ લેવી હોય તો દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના મોબાઈલ નંબર 9998579515 પર સંપર્ક કરી સકો છો.
તાલીમ ના અંતે જેલર શ્રી લાલસિંહ ઝાલા દ્વારા સન્માન પત્ર આપી પ્રવીણભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જેલર શ્રી લાલસિંહ એમ ઝાલા ઠાકોર સાહેબ ડોક્ટર જયેશભાઈ પટેલ અને જીતેશભાઈ કેલા સાથે પોલીસ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને આ તાલીમ લીધા પછી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
https://youtu.be/swi23iEc4Jc?si=78U8UqjayEC87KJQ