બાલ ગીત ગુંજન માં સ્વસ્તિક બાલવાટિકા ની બાળ કલાકાર પ્રથમ ક્રમે વિજેતા
બાલ ગીત ગુંજન માં સ્વસ્તિક બાલવાટિકા ની બાળ કલાકાર પ્રથમ ક્રમે વિજેતા
માતૃશ્રી કુવરબાઈ કન્યા વિદ્યાલય,પાલનપુર દ્વારા “બાલ ગીત ગુંજન હરીફાઈ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર ની વિવિધ શાળાના ૨૫ બાળ કલાકારોએ ભાગ લીધો હતો.
જેમાં શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક બાલ વાટિકા ની બાળ કલાકાર દરજી કાવ્યા એ બાળગીત નું શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ નંબરે વિજેતા થઈ હતી.
આ બાલગીત માટે બાળ કલાકાર કાવ્યા દરજી ને માર્ગદર્શન આપનાર સંગીત શિક્ષક પાર્થભાઈ જાદવ,અશોકભાઈ મકવાણા, અને બાલવાટિકાના સુપરવાઈઝર કેતનાબેન પટેલ ને મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.
અહેવાલ : ભીખાલાલ