કડીની એજ્યુકેશન કોલેજ માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
કડીની એજ્યુકેશન કોલેજ માં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડી, જિલ્લો મહેસાણામાં તા. 29/01/2024ના રોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 152 જેટલા તાલીમાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આચાર્યશ્રી ડો. ભાવિક એમ. શાહ દ્વારા મશાલ પ્રગટાવી તથા તાલીમાર્થીઓ દ્વારા મસાલ માર્ચ કરી આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રમતોત્સવમાં કેરમ, ચેસ, 100 મીટર દોડ, ગોળા ફેંક, લીંબુ ચમચી, કોથળા દોડ, લાંબી કુદ, ત્રિપગી દોડ, બેડમિન્ટન, સ્લો સાયકલિંગ જેવી સ્પર્ધા કરાવવામાં આવી હતી. રમતોના અંતે દરેક વિજેતા તાલીમાર્થીઓને મેડલ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્યશ્રી ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડો. હાર્દિક પુરોહિત તથા પ્રા.ભુગેશ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.