જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજનું પાલનપુરના કન્થેરીયા ધામમાં સ્વાગત
જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજનું પાલનપુરના કન્થેરીયા ધામમાં સ્વાગત
શ્રી જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ જ્યોતિમઠ બદ્રિકાશ્રમ હિમાલય વિજય હનુમાન આશ્રમ ખાતે શનિવારે પધાર્યા હતા. આ પ્રસંગે તેમના દર્શન કરવા ભારે ભીડ જામી હતી. શ્રી જગદગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજે પાલનપુરની ધરતી ઉપર પગલાં માડી પાલનપુરની ધરાને ધન્ય કરી હતી. ભગવંતશ્રીનું ઉમળકાભેર સ્વાગત વિજય હનુમાન આશ્રમના મહંત શ્રી રામેશ્વર મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. રાત્રિ રોકાણ કરી રવિવારે વહેલી સવારે કંથેરિયા હનુમાન મંદીરે પધાર્યા હતા. જ્યાં દર્શન કરી, ભક્તોને આશીર્વાદ આપીને રાજસ્થાન જવા નીકળ્યા હતા. આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત વહેપારીઓ, આગેવાની, અને મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ શ્રી જગદગુરુ શંકરાચાર્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.