પાલનપુર તાલુકાના સાસમ ખાતે ૭૫ મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ
પાલનપુર તાલુકાના સાસમ ખાતે ૭૫ મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ
પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના સુંદર કાર્યક્રમો રજૂ કર્યા
પાલનપુર તાલુકાના સાસમ ગામે મામલતદારશ્રી એસ બી પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ૭૫ મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તથા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ દેશ ભક્તિના સુંદર કાર્યક્રમો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે મામલતદારશ્રી એસ બી પ્રજાપતિએ ઉપસ્થિત જનમેદની તથા બાળકોને આઝાદીની ચળવળમાં દેશભક્તોના યોગદાનને યાદ કરવા તથા રાષ્ટ્રીય ગૌરવ જાળવવા અપીલ કરી સૌને ૭૫ મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી એસ બી પ્રજાપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સેક્ટર અધિકારી, શ્રેષ્ઠ બીએલઓ, આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર અધિકારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સહિતના અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાસમ ગામના સરપંચ તથા શાળા, હાઇસ્કુલના શિક્ષક પરિવાર અને ગામ આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સરસ આયોજન કર્યું હતું.