પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે રામાપીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, શોભા યાત્રા સાથે મહોત્સવ ઉજવાયો
પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે રામાપીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મોટી શોભા યાત્રા સાથે મહોત્સવ ઉજવાયો
બ્રહ્મલીન મહંત શ્રી પ્રકાશગીરીજી મહારાજ ના શિષ્ય શ્રી મહંત પુષ્પગીરીજી ના વરદ હસ્તે અને ધનિયાણા ગામના સંપૂર્ણ સહકાર થકી શ્રી બાબા રામદેવપીરજી ના નવિન મંદિરમાં બાબા રામદેવપીરજી,હરજી ભાટી તથા દાડલબાઈ ની મૂર્તિઓની પ્રતિષ્ઠા તથા શ્રી હનુમાનજી ના મંદિર ઉપર તથા બાબા રામદેવપીરજી ના મંદિર ઉપર શિખરો ચઢાવવામાં આવ્યા.
સદરહુ પાવન પ્રસંગે આજુબાજુના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટી શોભામાં અભિવૃદ્ધિ કરી તેમજ જશપુરીયા નિવાસી મહંત શ્રી હરદેવપુરીજી મહારાજ,હાથીદ્રા -ગંગેશ્વર નિવાસી મહંત શ્રી હર દયાલપુરીજી વિશાળ સંતોના સાનિધ્યમાં તેમજ અન્ય ઘણા મહાત્માઓ પધારી સત્સંગ વાણીનો લાભ આપી ધનિયાણા ના આંગણા ને પાવન કરી શુભ આશીર્વાદ પાઠવી પ્રસંગને કરી અંતે પ્રસાદ-ભોજન આરોગી સુંદર કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતી