બંધારણ અમલ દિવસ નિમિત્તે વડગામ ખાતે રેલી અને મહાસભા યોજાઈ.
બંધારણ અમલ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા તારીખ 26, જાન્યુઆરી 2024, શુક્રવારે વડગામ ખાતે રેલી અને મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન મામલતદાર કચેરી ગોળા રોડ થી બેનરો અને વાહનો સ્કુટરો ના કાફલા સાથે વડગામ તાલુકાના ભાઈ – બહેનો, વડીલો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતાં. મામલતદાર કચેરી થી રેલી બસસ્ટેશન ચોક, રણછોડજી મંદિર ચોક, જુના બજાર ચોરા માં, જૈન દેરાસર, એસી.મહોલ્લો માં થી,
મગરવાડા ચોકડી, ડૉ. આંબેડકર નગર પ્રાથમિક શાળા પાસે
મહાસભા પુણૅ કરી કાયૅક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.