વડગામ તાલુકા માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી

વડગામ સરપંચ ના વરદહસ્તે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માં આવ્યું.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023,24 ના દ્વિતીય સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટર માં શૈક્ષણિક કાર્ય શાળાકીય ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માં આવે છે. જે સંદર્ભે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે વડગામ પ્રાથમિક શાળા ના શિક્ષકા શ્રીમતી લતાબેન એલ.ચાવડા ને સરપંચ પ્રવિણભાઈ યુ. પરમાર ના વરદહસ્તે પ્રમાણપત્ર આપવા માં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય રઘનાથભાઈ જેગોડા, શિક્ષકો, વાલીઓ, વિધાથીર્ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વડગામ ના સકલાણા પ્રા.શાળા માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.


સકલાણા પ્રા. શાળા ખાતે ગામમાં સૌથી વધુ શિક્ષિત ઠાકોર પિન્કીબેન પરબતજી ના વરદહસ્તે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી માં સરપંચ સહિત તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.‌ કાર્યક્રમના શુભારંભ આચાર્યે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશપ્રેમના ગીતો સંસ્કૃતિ કાર્યક્રમો, અંધશ્રદ્ધા નાબુદી અન્વયે નાટક સહિત વિવિધ કાર્યક્રમો રજુ કર્યા હતા વિશેષ માં સરપંચના હસ્તે પિન્કીબેન ઠાકોર ને ટ્રોફી તેમજ દીકરીની સલામ દેશને નામ સન્માન પત્ર અપૅણ કરી સન્માનિત કર્યા હતા.

વડગામ કોલેજમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ ,વડગામ સંચાલિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ કોલેજ,કોમર્સ કોલેજ તથા એસ.આઈ કોલેજમાં આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર (પ્રજાસત્તાક)દિનની ઉજવણી કરવામાં આવી હતી. મંડળના પ્રમુખશ્રી રામજીભાઈ વી. પટેલ ના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી ફલજીભાઈ પટેલ તથા સહમંત્રી શ્રી અભુભાઇ ભુતડીયા તથા કોમર્સ કોલેજના શ્રી ડી.બી. જગાણીયા અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. એન.સી.સી (NCC) કેડેટ્સ દ્વારા પરેડ યોજાઇ હતી. વંદે માતરમ્, ઝંડા ગીત અને રાષ્ટ્રગીતનું બાળાઓ દ્વારા ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આર્ટસ કોલેજના કા.આચાર્ય ડો. ભારમલભાઈ પી.ચૌધરી એ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને મહામૂલી આઝાદીનું મહત્વ સમજાવીને દેશની પ્રગતિ માટે, વિકસિત ભારત માટે બધાએ તન મન ધન થી લાગી જવું જોઈએ.

લિંબોઈ કોલેજ ખાતે ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી.


શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ અને સરસ્વતી કૉલેજ ઑફ નર્સિંગ, લિંબોઈ ખાતે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી.એમ.સી.હડિયોલનાં હસ્થે ઘ્વજવંદન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સહમંત્રી શ્રી રૂપસિંહ ચૌહાણ અને કારોબારી સભ્યો ઊપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમ્પસ ડાયરેકટર ડૉ.એલ.એસ.મેવાડા અને  સ્ટાફગણે કરેલ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!