અમીરગઢ તાલુકાની વિરમપુર શાળામાં 26મી જાન્યુઆરીના સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ સાથેની ઉલ્લાસપૂર્વક ઉજવણીકરવા માં આવી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર શાળામાં 26મી જાન્યુઆરીના 75માં પ્રજાસતાક દિવસની સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ વિતરણ સાથેની ઉલ્લાસપૂર્વક ઉજવણી.
અમીરગઢ તાલુકામાં આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા- વિરમપુર શાળામાં 26મી જાન્યુઆરીના 75માંપ્રજાસત્તાક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળામાં જિલ્લાના પ્રોજેકટ મેનેજરશ્રી મુખ્ય મહેમાન તરીકે આવીને તેમના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ દ્રારા દેશભક્તિ ગીત, નાટક, ડાન્સ, અભિનય વગેરેની સુંદર રજુઆત કરવામાં આવી હતી. વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રતિભા દાખવાનાર તથા પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અંતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા આવેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પુણ જાહેર કરવામાં આવ્યો.