ઉત્તર ગુજરાત નું ગૌરવ:- આયુષ પ્રજાપતિની “બરોડા સ્ટેટ અંડર-૧૪” ક્રિકેટ ટીમના કેપ્ટન પદે પસંદગી.
ઉત્તર ગુજરાત નું ગૌરવ:- આયુષ પ્રજાપતિની “બરોડા સ્ટેટ અંડર-૧૪” ક્રિકેટ ટીમના કેપ્ટન પદે પસંદગી.
ટી.સી.ક્રિકેટ એકેડેમીમાં દરરોજની સતત ૭ કલાક ની સખત પ્રેક્ટિસ કરનાર ક્રિકેટર આયુષ પ્રજાપતિ ની બરોડા સ્ટેટ ક્રિકેટ ટીમના કેપ્ટન પદે (સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રથમવાર ) પસંદગી થતાં સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ પોતાના પ્સરજાપતિ સમાજ અને ગામનું ગૌરવ વધાર્યું છે….
આયુષ પ્રજાપતિ એ તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાયેલ શ્રી એચ.એચ.મહારાજા ફતેસિંહ ગાયકવાડ ટૂર્નામેન્ટમાં ૧ સદી અને ૨ ફિફટી સાથે બોલિંગમાં કુલ-૧૧ વિકેટ લઈ તેમજ શ્રી ડી.કે ગાયકવાડ ટુર્નામેન્ટમાં બે વાર ટ્રીપલ સદી (૩૦૫* રન,૩૦૦ રન) અને ૧ ફિફટી સાથે કુલ ૭૧૮ રન તેમજ બોલિંગમાં કુલ- ૧૭ વિકેટ લઈ ઉત્કૃષ્ઠ ઓલ રાઉન્ડર દેખાવ કરીને સમગ્ર ક્રિકેટ જગત માં તેમજ પ્રજાપતિ સમાજ માં ગૌરવ વધાર્યું છે…
આયુષના ક્રિકેટ કોચિંગમાં ટી.સી.એકેડેમી ના કોચ શ્રી સતિષભાઈ દેસાઈ અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોચ શ્રી ચિંતનભાઈ જાદવનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે….
આયુસ ના પિતા કોમ્પ્યુટર ના બિજનેસ સાથે સંકળાયેલ એક વેપારી છે તેમને રાત દિવસ એક કરી આયુસ ને ક્રિકેટ ના શોખ ને આગળ વધારવા માં ખુબજ મહેનત કરી તેને સરુઆત ના દિવસો માં મહેસાણા રોજ મોકલવો અને ટ્રેનીંગ આપવવી સાથે સાથે તેનો અભ્યાસ ના બગડે તેનું પણ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અને માતા એ ખુબ ધ્યાન રાખ્યું, આજે માતા પિતા ની એ મહેનત નું ફળ આયુષ ક્રિકેટ માં ચોક્કા છક્કા મારી વિકેટો લઈને આપી રહ્યો છે…. પપ્રજાપતિ સમજે પણ ગર્વ લેવા ની વાત છે કે સમાજ નો દીકરો ક્રિકેટ જગત માં પોતાનું અને સમજ નું નામ રોશન કરી રહ્યો છે …..