ભાભર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 3,500ની લાંચ લેતા પાટણ એસીબી ટીમે રંગે હાથ ઝડપાયો…
ભાભર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 3,500ની લાંચ લેતા પાટણ એસીબી ટીમે રંગે હાથ ઝડપાયો…
ભાભર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 3,500ની લાંચ લેતા પાટણ એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેમાં આ કામના ફરિયાદીના માસીના દીકરાની જમીનમાં હયાતીમાં વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અને તે નોંધ પાકી કરી આપવા સારૂ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ દ્વારા ફરિયાદ પાસેથી કાચી નોંધ પાડી આપવા બદલ ચાર હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકી નોંધ પાડવા માટે બીજા સાડા ત્રણ હજાર રૂપિયાની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરીયાદ આધારે પાટણ ACBએ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન કામના પરબતભાઈ રાઠોડ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર એટીવીટી મામલતદાર કચેરી ઈ-ધરા સેવા સદનમાં 3500 લાંચની માંગણી કરી અને લાંચના નાણાં સ્વીકારી લેતા સ્થળ ઉપરથી ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો હતો.