કાણોદર ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રીરામ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કાણોદર ગામમાં રથયાત્રાનું સ્વાગત કરતા મોમીન જમાત ના પ્રમુખ
દેશભરમાં જ્યારે ભગવાન શ્રીરામ મંદિરનું વાતાવરણ છે ત્યારે કાણોદર ગામમાં હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય રથયાત્રા નીકળવામાં આવી હતી ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવું કાણોદર ગામ ના મોમીન જમા દ્વારા રથયાત્રાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાણોદર મોમીન જમાતના પ્રમુખ હુસેનભાઇ પોલરા અમુલભાઇ સુણસરા અને સરપંચ દિલીપભાઈ બીજેપી નેતા અસગર ભાઈ અને ગામના પ્રતિષ્ઠિત લોકો દ્વારા શ્રીરામ ભગવાનની રથયાત્રાનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું