કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે પ્રેસ મીટ યોજાઈ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે પ્રેસ મીટ યોજાઈ

*૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગે માહિતી અપાઈ*

(માહિતી બ્યુરો,પાલનપુર)

દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા રાષ્ટ્રને આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસ ડેરી સંકુલ, દિયોદર ખાતે 13 મી જાન્યુઆરીના રોજ પ્રેસ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંગે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે. ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કો ઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહની સૂચના હતી. જેથી કરી દેશના અને ખેડૂતોના નાણાં દેશમાં રહે, ખેડૂતો પાસે રહે, આ માટે એક નવા મોડેલની સાથે સહકાર ના એક ખૂબ મોટા અધ્યાયની અહીં થી શરૂઆત થઈ રહી છે. જેનો આગામી દિવસમાં દેશભરમાં અમલીકરણ કરવામાં આવશે.
આ સાથે દેશી ગાય ભેંસ ની નસ્લ સુધારણા અને ગૌ સંવર્ધન માટે 200 વિઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. તો માતા બહેનો ને ઝીરો ટકા વ્યાજે પચાસ હજાર સુધીની લોન મળી રહે એ માટે કિસાન ક્રેડિટ કાર્ડ નો પણ શુભારંભ થઈ રહ્યો છે એમ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

બનાસ બેન્કના ચેરમેન સવસીભાઈ ચૌધરીએ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનીંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત તેમજ બાદરપુરા ઓઈલ સંકુલ ખાતે નિર્મિત થનાર બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ અને બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ, પાલનપુરનું લોકાર્પણ તથા બનાસ ડેરીનાં સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ, માઈક્રો ATM અને કિસાન ક્રેડીટ કાર્ડ (KCC-પશુપાલન) અંગે માહિતી આપી હતી.

પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે, જેનો શ્રેય શંકરભાઈ ચૌધરીને જાય છે. બનાસડેરી દ્વારા ગુજરાત બહાર બનાસ ડેરીનાં પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશનાં સહકારી ક્ષેત્રને વધુ મજબુત બનાવે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં સહકારી મંત્રાલયે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે.

બનાશ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે ચૌધરીએ
બનાસ ડેરી દ્વારા બાદરપુરા સંકુલમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે પ્રતિદિવસની ૫૦ મેટ્રિક ટન ક્ષમતા સાથે ઘઉંના આટા પ્લાન્ટનું નિર્માણ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, આ પ્લાન્ટ ખેડૂતોના સર્વાંગી વિકાસનું એક સીમાચિહ્નરૂપ બની રહેશે.

પત્રકાર મીટમાં બનાસ બેન્કના મેનેજીંગ ડિરેક્ટરશ્રી માધા ભાઈ પટેલ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયન્તી ભાઈ કવાડિયા સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!