મહાજન હોસ્પિટલ દ્વારા વિવિધ મેડિકલ કેમ્પમાં સાત હજાર ઉપરાંત દર્દીઓએ ફ્રી સેવા નો લાભ લીધો….
બનાસકાંઠામાં મહાજન હોસ્પિટલ દ્વારા વિવિધ મેડિકલ કેમ્પમાં સા ત હજાર ઉપરાંત દર્દીઓએ ફ્રી સેવા નો લાભ લીધો….
માનવસેવા એ પ્રભુ સેવા ના હેતુથી ચાલતી પાલનપુર ની જાણીતી મહાજન હોસ્પિટલ માં સુરત. મુંબઈ વસતા જૈન પરિવારો દ્વારા ફ્રી સેવાના કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે આ વખતે બનાસકાંઠાના પાંચડા. દાતા.દલવાડા. પાલનપુર સહિત મેડિકલ કેમ્પનું આયોજનમાં તમામ દર્દીઓને ઓપરેશન ફ્રી સાથે સાથે દવાઓ પણ ફી આપી હતી, આ કેમ્પ માં જરૂરિયાત મંદોએ 70 77 દર્દીઓએ લાભ લીધો હતો, તબીબી સેવામાં અમેરિકાના પણ ડોક્ટરોએ હાજરી આપી હતી.
પાલનપુરની પરીખ મહાજન હોસ્પિટલ ત્રણ દિવસ ના ફ્રી નિદાન કેમ્પમાં કેટલાક અમેરિકાના તબીબો સેવામાં હાજર રહ્યા હતા, આ કેમ્પમાં ફિઝિશિયન. ઓર્થોપેડિક. જનરલ સર્જરી. ડેન્ટલ ફીજીયો યોથેરાપી માનસિક. ગેસ્ટ્રો, યુરોલોજી, સ્કીન તેમજ ઈ.એન.ટી તેમજ અન્ય સેવાઓ માટે વિવિધ અલગ અલગ જાણીતા ડોક્ટરો હાજર રહ્યા હતા, આ કેમ્પની સેવામાં સ્વ. જયંતીલાલ જોગાણી ની સ્મૃતિ કલ્પનાબેન હરેશભાઈ જોગાણી ના સોઉંજન્ય થી નીસુલ્ક કેમ્પમાં દર્દીઓને સોનોગ્રાફી, એક્સ રે સહિત તમામ લેબોરેટરીઓ ફ્રી, ઓપરેશન ફ્રી, સાથે સાથે દર્દીઓને દવાઓ પણ ફ્રી આપી હતી, આ તમામ મેનેજમેન્ટમાં સ્થાનિક ટ્રસ્ટીઓ તેમજ હોસ્પિટલનો સ્ટાફ જેહમત ઉઠાવી હતી.