ભાગવત સપ્તાહ ના સમાપન નાં દિવસે રતનપુર માં ભક્તિ નું ઘોડાપૂર..200 લોકો બન્યા વ્યસન મુકત

ભાગવત સપ્તાહ ના સમાપન નાં દિવસે રતનપુર માં ભક્તિ નું ઘોડાપૂર..200 લોકો બન્યા વ્યસન મુકત

છેલ્લા દિવસે 50 હજાર થી વધુ ભક્તો કથા શ્રવણનો લીધો લાભ…7 દિવસ માં બે લાખ લોકો એ લીધો ભોજન પ્રસાદ નો લાભ.

મારી જિંદગી માં વાણી વર્તન વ્યવહાર થી કોઈ ને દુઃખ પહોચ્યું હોય તો આજે માફી માગુ છું…પરથી ભાઈ ભટોળ

આંજણા પટેલ કેળવણી મંડળ તેમજ 13 ઝલા દ્વારા સન્માન પત્ર આપી પરથી ભાઈ ભટોળ નું કરાયું સન્માન

 

પાલનપુરના રતનપુર ગામે યોજાયેલી ભાગવત સપ્તાહમાં છેલ્લા દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.. સાત દિવસીય ભાગવત સપ્તાહના સમાપન દિવસને લઈને મોટી સંખ્યામાં ભક્તો રતનપુર ગામે કથા શ્રવણનો લાભ લીધો હતો. 50,000 થી વધુ ભક્તો રતનપુર ગામે ભક્તિના રંગે રંગાયા હતા. છેલ્લા સાત દિવસમાં બે લાખ જેટલા લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. માતા પિતાની સેવાનો ભાવ દરેક યુવાનોમાં જાગે અને હાલના આધુનિક યુગમાં યુવાનો માતા-પિતાનો આદર અને સન્માન કરે તે હેતુ થી ભટોળ પરિવાર દ્વારા ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાત દિવસમાં લાખો લોકોએ આ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું લાભ લીધો હતો તેમ જ 200થી વધુ લોકો સંકલ્પ લઈને વ્યસન મુક્ત પણ બન્યા હતા ત્યારે આજે છેલ્લા દિવસે ₹50,000 થી વધુ લોકો રતનપુર ગામે ભાગવત સપ્તાહના સમાપન દિવસે કથા શ્રવણનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ કાંકરેજના ધારાસભ્ય થરાદ નાં પૂર્વ ધારા સભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત રાજસ્થાન ગુજરાત નાં અનેક આગેવાનો તેમજ ભક્તો દૂર દૂર થી કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!