પાટણ તાલુકા ભાજપની બેઠક કુણઘેર ખાતે યોજાઈ

પાટણ તાલુકા ભાજપની બેઠક કુણઘેર ખાતે યોજાઈ


પાટણ તાલુકાના કુણઘેર ગામ ખાતે આવેલ ચુડેલ માતાના મંદિર પરિસર ખાતે પાટણ તાલુકા ભાજપની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના સુત્રને સાર્થક કર્યું છે.આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે.આરોગ્ય,શિક્ષણ સહિત અનેક ક્ષેત્રમાં આજે સરકારની યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના માનવીને મળ્યો છે.વિકસિત ભારતના સંકલ્પ યાત્રા થકી સરકાર ઘર ઘર સુધી પહોંચીને યોજનાઓના લાભ આપી રહી છે.આગામી લોકસભા ચૂંટણીમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીને ઉજાગર કરવાની છે.જે કામ કાર્યકર્તાઓ કરવાનું છે.પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતા પણ વધારે મતથી વિજય મેળવે તે માટે સૌ કાર્યકરોએ આજ થી જ કામે લાગી જવાનું છે.છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાંથી લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે અને તમામ 26 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભાગો લહેરાયો છે.ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બને તે માટે ગુજરાત માંથી 26કમળ દિલ્હી મોકલવાના છે.આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ વિધાનસભા પ્રભારી રમેશભાઈ ઠક્કર યુવા મોરચાના જિલ્લા પ્રમુખ વિવેક પટેલ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ પટેલ અ.જા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર જયરામભાઈ રબારી મહામંત્રી જલુજી ઠાકોર,હરિભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ સહિત અપેક્ષિત હોદેદારો વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!