1000 બહેનો એ રામ નામની લગાવી મહેંદી…22 જાન્યુઆરીએ રજા રાખવા માટે બહેનો ની સરકારને અપીલ….
રતનપુર ગામે ભાગવત કથા માં છઠ્ઠા દિવસ સુધી 1 લાખ લોકો એ કર્યું કથા શ્રવણ
1000 બહેનો એ રામ નામની લગાવી મહેંદી…22 જાન્યુઆરીએ રજા રાખવા માટે બહેનો ની સરકારને અપીલ….
પાલનપુર તાલુકાના રતનપુર ગામે ભટોળ પરિવાર દ્વારા યોજાઈ રહેલી ભાગવત સપ્તાહમાં આજે રામ મય માહોલ સર્જાયો હતો.એક હજાર થી વધુ બહેનો એ શ્રીરામની મહેંદી હાથમાં મૂકી અને શ્રીરામના જય ઘોષ સાથે સમગ્ર દેશમાં સરકાર 22 તારીખે રજા જાહેર કરે તેવી અપીલ કરી હતી…
અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય યોજાઈ રહ્યો છે જેની ખુશી સમગ્ર દેશ માં જોવા મળી રહી છે..દેશ ભર માં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પાલનપુરના રતનપુર ગામે ભટોળ પરિવાર નાં બે પુત્રો વસંત ભાઈ અને જયેશ ભાઈ દ્વારા પોતાના માતા રાજીબા અને પિતા પરથી બાપા ની જીવન પર્વની ઉજવણીના ભાગરૂપે અને યુવાનો માં માતા-પિતાની સેવા માટે નો ભાવ જાગે તે હેતુથી યોજવામાં આવેલા ભાગવત સપ્તાહ આજે રામમય બન્યો હતો…1000 થી વધુ બહેનોએ રામ ભગવાનની મહેદી મૂકીને ઉત્સવ ઉજવ્યો હતો.. ભાગવત સપ્તાહમાં આવેલી બહેનો રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહિત જોવા મળી હતી અને રામ મંદિરના યોજાનારા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ બહેનોએ રામ પ્રત્યેનો પ્રેમ હાથમાં મહેંદી લગાવીને વ્યક્ત કર્યો હતો અને રામ નો જયકારો બોલાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી તમામ બહેનોનું માનવું છે કે આવનારા સમયમાં રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે જેની અમને ખૂબ મોટી ખુશી છે અને અમે આ ખુશીને લઈને રામ નામની મહેંદી લગાવી છે જેમો હજારોની સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને આગામી 22 જાન્યુઆરીએ જ્યારે આ રામ મંદિરનું 500 વર્ષ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યું છે ત્યારે એ દિવસે સરકાર જો રજા રાખે તો આ મહોત્સવને અમે બહેનો સારી રીતે ઉજવી શકીએ તેવી પણ એક અપીલ કરીએ છીએ…
આ મહોત્સવ માં છઠ્ઠા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માવજી ભાઈ દેસાઈ જોઈતા ભાઈ પટેલ રાજુલ દેસાઈ કીર્તિ સિહ વાઘેલા સહિત અનેક આગેવાનો વડીલો બહેનો યુવાનો મોટી સંખ્યા માં હજાર રહ્યા હતા