બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ
બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઇ
આજ રોજ તારીખ ૨૯/૧૨/૨૦૨૩ ના બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના યશસ્વી પ્રમુખ શ્રી મયંકભાઇ નાયકના અધ્યક્ષ સ્થાને ડિસા માર્કેટયાર્ડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના” અને ભાજપા સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઇ નાયક દ્વારા આપવામાં આવ્યું અને ભાજપાના કાર્યકર્તાઓ માટે મદદરૂપ થવાની ખાત્રી આપી હતી અને બહુજ સરસ પ્રભાવી વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આજની બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઇ નાયક, ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય અગ્રણી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવડિયા, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી પી. એન. માળી, જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી ઓ કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી દોલતપૂરી ગોસ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી પરબતજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના કારોબારી સદસ્ય શ્રી રમેશજી દેલવાડીયા, પ્રદેશ ભાજપા કિસાન મોરચાના કારોબારી સદસ્ય શ્રી લાલજીભાઈ પ્રજાપતિ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી ખેમજીભાઈ ઠાકોર, બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અમૃતભાઈ પંચાલ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી અગરાજી ઠાકોર, ડિસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાદરસિંહ વાઘેલા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી નરસિંહભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી કીર્તિભાઈ મેવાડા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી મહેશભાઈ દરજી, શ્રી જગતસિંહ રાજપૂત, શ્રી અંકિતભાઈ મોદી, શ્રી કલ્પેશજી ઠાકોર, શ્રી હિતેશભાઈ પ્રજાપતિ, શ્રી દિનેશભાઈ દરજી, શ્રી હિતેશભાઈ ઠાકોર વગેરે બનાસકાંઠા જીલ્લાના દરેક તાલુકાના બક્ષીપંચ સમાજના આગેવાનો, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારશ્રીઓ, પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજનાના વિધાનસભા સંયોજકશ્રીઓ, બક્ષીપંચ મોરચાના તાલુકા હોદ્દેદારશ્રીઓ, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠકની શરૂઆત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને તમામ ઉપસ્થિત હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું. શાબ્દિક સ્વાગત પ્રવચન બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી અમૃતભાઈ પંચાલ એ કર્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન મંચસ્થ મહાનુભાવોએ કર્યું હતું અને આ બેઠકનું સફળ સંચાલન બનાસકાંઠા જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી શામજીભાઈ ચૌધરી અને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી મનીષભાઈ પ્રજાપતિ એ કર્યું હતું અને આભાર વિધિ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી ખેમજીભાઇ ઠાકોરે કરી હતી…