પાલનપુર પાલિકાનો વોર્ડ 9 ને વિશેસ ધ્યાન આપવામાં આવ્યું , 3 કમિટીઓના ચેરમેન ચુંટાયા
પાલનપુર નગરપાલિકામાં શુક્રવારે વોર્ડ નં. 9માંથીજ મહત્વની કારોબારી બાંધકામ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચુંટાતા ભાજપમાં અંદરખાને અસંતોષ જોવા મળ્યો હતો. શાસક પક્ષના નેતા પણ અગાઉ વોર્ડ નંબર નવમાંથી બનાવાયા હતા. સભામાં મેન્ડેટ ખોલવામાં આવે એ પૂર્વે ભાજપના દંડક પાર્થ ઠાકોરનું રાજીનામું લેવાયું હતું. નવું નામ રાજૂ પઢિયાર તરીકે જાહેર કરાયું હતું. ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે કવિતા પ્રજાપતિ, બાંધકામ સમિતિના ચેરમેન પદે દિલીપ પટેલની નિમણૂંક કરાઇ હતી.
બંને વોર્ડ નંબર 9માંથી આવે છે. કારોબારી ચેરમેન પિયુષ પટેલ પણ વોર્ડ 9માંથી જાહેર કરાયા હતા. શાસક પક્ષના નેતા નીલમ જાની પણ વોર્ડ 9માંથી ચુંટાયા છે. અપવાદરૂપ ભૂગર્ભ કમિટીના ચેરમેન કૌશલ જોશીને રિપીટ કરાયા હતા.