અતિ પ્રાચીન મોટા રામજી મંદિરનો થશે જીર્ણોદ્ધાર, શ્રી રામકથાનું ભવ્ય આયોજન
અતિ પ્રાચીન મોટા રામજી મંદિરનો થશે જીર્ણોદ્ધાર
શ્રી રામકથાનું ભવ્ય આયોજન
પાલનપુરના પથ્થર સડક રોડ પર આવેલ અતિ પ્રાચીન રામજી મંદિર ના જીર્ણોદ્ધારને લઈને ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવશે
રામપુરા ચાર રસ્તા પર આવેલ મેદાનમાં તારીખ 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2024 સુધી ધર્મભૂષણ ૧૦૦૮ મહંત શ્રી સીપ્રાગીરી મહારાજ કથાનું રસપાન કરાવશે, શ્રી રામ સેવા સમિતિ ના શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ તથા તમામ હિન્દુ સંગઠનો આ કથા ની કથામાં તૈયારીઓમાં લાગી ગયેલ છે આ કથા ની પોથીયાત્રા હનુમાન ટેકરી થી અતુલભાઇ ચોકસી પરિવારના ઘરેથી નીકળી તથા મંડપ એ પહોંચશે તેમાં ધર્મ પ્રેમી જનતા ને જણાવવા મહંતશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી તથા તમામ હિન્દુ પરિવારોને આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા શ્રી રામ સેવા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ આયોજન ને લઇ મહંત શ્રી દ્વારા એક પ્રેસ કોન્ફોરંસ રાખી પત્રકાર મિત્રો ને આયોજન ની જાણકારી આપવામાં આવી હતી.
શ્રી રામસેવા સમિતિ ના સેવાદાર ભાઈ બહેનો માં પણ આ મંદિર જીર્ણોદ્ધાર અને કથા ને લઇ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
450 વર્ષ થી પણ વધારે જુના આ રામજી મંદિરનો જીર્ણોદ્ધાર થતો હોય ત્યારે પાલનપુર તેમજ આજુબાજુના લોકોએ તેમજ દાતાઓએ મન મૂકી આ જીર્ણોદ્ધ ધાર માટે પોતાની યથાશક્તિ દાન આપી મંદિરમાં પોતાની ભક્તિ એવી શક્તિ નો ઉપયોગ કરી મંદિરના જીર્ણોદ્ધારમાં સાત અને સહયોગ આપવો જોઈએ.