વડગામ ના શેરપુરા,સેંભર ની સીમમાં કતલખાને લઈ જવાતાં ગૌવંશ ઝડપાયાં.
વડગામ ના શેરપુરા,સેંભર ની સીમમાં કતલખાને લઈ જવાતાં ગૌવંશ ઝડપાયાં.
જીવદયા પ્રેમીઓ ના પ્રયત્નો થી અગિયાર ગૌવંશ ને બચાવી લેવામાં આવ્યો.
વડગામ તાલુકાના શેરપુરા, સેંભર ગામ ની સીમ માં કતલખાને લઈ જવાતાં અગિયાર ગૌવંશ જીવદયા પ્રેમીઓ ના પ્રયત્નો થી બચાવી લેવામાં આવ્યાં છે. આ અંગે વડગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવાર રાત્રે ટ્રક નંબર એમ.એચ.-23,એયુ 9141, માં વગર પાસ પરમીટે ગેરકાયદે સર રીતે ગૌવંશ જીવ નંગ અગિયાર કિંમત રૂપિયા 33500/- ના ઉંમર વષૅ આશરે એક થી ત્રણ વર્ષના તમામ સફેદ કાળા કાબરા રંગના જે ટ્રકમાં ખીચોખીચ એકબીજા સાથે ચામડી ઘસાય તેમજ સહેજ પણ હલનચલન કરી ન શકે તેમજ ગળે ટૂંપો આવે તે રીતે ટુંકા દોરડાઓથી ચુસ્ત બાંધી ટ્રકમાં કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ભરી કતલખાને લઈ જતા હતાં દરમિયાન શેરપુરા સેંભર ગામ ની સીમમાં જીવદયાપ્રેમીઓ આવી જતાં આરોપી ઉપરોક્ત ગૌવંશ કિંમત રૂપિયા 33500/- તથા ટ્રક કિંમત રૂપિયા 300,000/- મુકી નાસી ગયો હતો, આ અંગે વડગામ પોલીસ મથકે ધોરણસરની ફરીયાદ નોંધાવવામાં આવી છે.