રતનપુર મા યોજાશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, માતાશ્રી રાજીબા અને પિતાશ્રી પરથીભાઇ ભટોળના જીવન પર્વની ઉજવણી પરિવાર દ્વારા કરવામાં આવશે

રતનપુર મા યોજાશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

માતાશ્રી રાજીબા અને પિતાશ્રી પરથીભાઇ ભટોળના જીવન પર્વની ઉજવણી પરિવાર દ્વારા કરવામાં આવશે

પાલનપુર તાલુકાના રતનપુર ગામે રહેતા અને પોતાનું જીવન લોક સેવા અને સમાજ સેવામાં વ્યતીત કરતા બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને કેટ કેટલી એ સેવાકીય મંડળીઓમાં પોતાની સેવા આપી ચૂકેલા એવા પરથીભાઇ ભટોળ અને તેમના ધર્મપત્ની માતાશ્રી રાજીબાના જીવનપર્વની ઉજવણી નિમિત્તે તેમના પરિવાર તેમનું જીવન પર્વ ઉજવવા સાથે આજના સમાજને ધર્મની સાથે સાચી દિશા દેખાય તેને ધ્યાન પર લઈ વસંતભાઈ ભટોળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં જમવા સાથેનું આયોજન સાથે સાથે ભાગવત સાંભળવા આવનાર શ્રોતાઘણો ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની વિશેષ કાળજી વસંતભાઈ અને તેમના પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે
વધુમાં વસંતભાઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખી પત્રકાર મિત્રોને જણાવવામાં આવ્યું હતું કે તેમના પિતા પરથીભાઇ અને તેમનું પરિવાર કેવા કેવા દુઃખના દિવસો જોઈ જાત મહેનત કરી અને આગળ વધેલ છે અને એ વખતના પરથીભાઇના મિત્રોએ પણ તેમને કેટલો સાથ અને સહકાર આપેલ તેવું વસંતભાઈ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ને તેમના પરિવાર વતી ભાગવત જ્ઞાન સપ્તાહમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી પરિવારને નિમંત્રણ આપવામાં આવ્યું હતું

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!