ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે રૅસ્ક્યૂ ઑપરેશનો આજે 17મો દિવસ છે. ટનલમાં 57 મીટર લાંબી પાઇપલાઇન બિછાવવાનું કામ પૂરું થઈ ગયું છે.
- એનડીઆરએફના કર્મચારીઓએ નારો લગાવતા ટનલની અંદર પ્રવેશ કર્યો હતો અને અત્યારે મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે.
- સ્ટ્રેચરના માધ્યમથી મજૂરોને બહાર કાઢવામાં આવશે.
- 20થી વધારે ઍમ્બ્યુલેન્સ તહેનાત છે, પોલીસકર્મીઓ પણ હાજર છે.
જેમ જ મજૂરોને બહાર કાઢવામાં આવશે, તેમને 20 મીટર રેન્જમાં રહેલા હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે. ત્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે.
મજૂરોની સાથે તેમના પરિવારજનો પણ ઍમ્બ્યુલન્સમાં રહેશે.
બીબીસી સંવાદદાતા અનંત ઝણાણે
ઉત્તરકાશીની સિલ્કયારા ટનલથી નીકળવાની રાહ જોઈ રહેલા મજૂરો માટે ટનલમાં અસ્થાયી મેડિકલ સુવિધાઓની રાહ જોઈ રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા બાદ આ જગ્યા પર તેમની પ્રાથમિક મેડિકલ સારવાર કરવામાં આવશે.
જો કોઈ સમસ્યા આવી તો ત્યાં ડૉક્ટરો અને નિષ્ણાતોની ટીમ પણ તહેનાત છે.
આરોગ્યવિભાગે ટનલની બહાર આઠ પથારીની વ્યવસ્થા કરી છે.
ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરોના રૅસ્ક્યૂ ઑપરેશન અંગે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ તાજા જાણકારી આપતાં જણાવ્યું છે કે શ્રમિકોને બહાર કાઢવા ટનલમાં પાઇપ નાખવાનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે.
તેમણે અમુક સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર આ અંગે જાણકારી આપી હતી.
મુખ્ય મંત્રી ધામીએ કહ્યું, “બાબા બૌખ નાગજીની અસીમ કૃપા, કરોડો દેશવાસીઓની પ્રાર્થના અને રૅસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયેલાં તમામ બચાવ દળોના અથાક પરિશ્રમના ફળ સ્વરૂપે શ્રમિકોને બહાર કાઢવા માટે ટનલમાં પાઇપ નાખવાનું કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. જલદી જ તમામ શ્રમિક ભાઈઓને બહા કાઢી લવાશે.”