સામાજિક કાર્યકર/શિક્ષક/સંગીતકાર શ્રી કશ્યપ ઠક્કર દ્વારા આધ્યાત્મિક ડોક્યુમેન્ટરી – ભજન – ધ્યાન નો ત્રિવેણી સંગમ.

સામાજિક કાર્યકર/શિક્ષક/સંગીતકાર શ્રી કશ્યપ ઠક્કર દ્વારા આધ્યાત્મિક ડોક્યુમેન્ટરી – ભજન – ધ્યાન નો ત્રિવેણી સંગમ.

દિનાંક ૨૩.૧૧.૨૦૨૩ મકતુપુર દત્ત સરોવર પ્રાકૃતિક મુકામે સદગુરુ પ્રત્યક્ષ દ્રષ્ટા પ.પૂ.મહર્ષિ પુનીતાચારીજી મહારાજ દ્વારા વિશ્વકલ્યાણ અર્થે સમર્પિત મહામંત્રના ૪૯ મા પ્રાગટ્ય દિન નિમિત્તે મહોત્સવ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાતના તમામ ભાવિક શ્રદ્ધાળુઓ માટે શ્રી મનહરભાઈ ઠક્કર(સામાજિક કાર્યકર) ના સહયોગ હેઠળ નિઃશુલ્ક ખુલ્લો મુકાયો જેમાં ભક્તોને સત્સંગ,ભજન,જ્ઞાન,ધ્યાન તેમજ આધ્યાત્મિક ડોક્યુમેન્ટરી ફિલ્મ ની મદદથી પાવન કરાયાં. મહેસાણા જિલ્લા ના એજ્યુકેશન ઈન્સ્પેકટર માનનીય ડો. શ્રી અશોકભાઈ ઠક્કર, ફોર્મર પ્રિન્સિપાલ શ્રી બબલભાઈ એસ. પટેલ, સામાજિક કાર્યકર કાળુસિંહ રાઠોડ (સલાલ), કેન્દ્ર સંચાલક ઝવેરભાઈ રાઠોડ(માનપુર) જેવા દિગ્ગજોએ આ ઉમદા-સોનેરી કાર્યક્રમ માં પોતાની ઉપસ્થિતિ થી સુવાસ ભેળવી.
તમામ કાર્યક્રમ માં અત્યાધુનિક ટેકનોલોજી – શાસ્ત્રીય સંગીત તેમજ સત્સંગ નો સમાવેશ કરવામાં આવ્યો. આવા કાર્યક્રમો ગુજરાત ના વિવિધ પ્રાંત તેમજ બાળકના સંસ્કાર, શાંતિ, યાદશક્તિ માટે વિવિધ શાળાઓમાં આયોજિત થાય તેવી શ્રદ્ધાળુઓએ માનનીય શ્રી કષ્યપભાઈ ઠક્કર ને વિનંતી કરી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!