વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યાનિકેતન શાળાના વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવેલ…
વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યાનિકેતન શાળાના વિદ્યાર્થી ઓ એ યોગ્ય માર્ગદર્શન અને આયોજન પૂર્વકની મહેનતને કારણે એ વન ગ્રેડ મેળવેલ છે વાલીશ્રી નો સહકાર શિક્ષકો નું યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની ખંત પૂર્વકની મહેનત આજે ખરેખર વિદ્યાર્થીઓનો રીઝલ્ટ શ્રેષ્ઠ મેળવવા માટે જવાબદાર સાબિત થઈ છે.. આ તકે શાળાના ટ્રસ્ટી શ્રી ડો. ધીરુભાઈ પરડવા આચાર્ય શ્રી ડો. રજિતાબેન તુમ્મા તેમજ શાળાના નિયામક શ્રી ડો. ચંદુભાઈ ભાલીયા એ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. રીઝલ્ટ પરથી એ તો ચોક્કસ કહી શકાય કે અભ્યાસ માટે સુવિધા નહીં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીની મહેનત જ રીઝલ્ટ લઈ આવી શકે છે.